રાપરના ટગા ગામે દારૂ પકડવા ગયેલી પોલીસને દેશી બંદૂક મળી

copy image

copy image

રાપર ખાતે આવેલ ટગા ગામની સીમમાં દારૂ પકડવા જતા પોલીસને દેશી બંદૂક મળી આવી હતી. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટગા ગામની સીમમાં ભીમાવાડી તલાવડીની નજીક બાઉદ્દીન ગુલમામદ હિંગોરજાની વાડીમાં અંગ્રેજી દારૂ છે. પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરતા દારૂ મળ્યો ન હતો, પરંતુ પીલુડીના ઝાડ પાસે ઘાસની તપાસ કરતાં અંદરથી દેશી હાથ બનાવટની એક બંદૂક કિંમત રૂા,5000 વાળી મળી આવી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.