અબડાસા કાળા તળાવના સીમ વિસ્તારમાંથી 66 હજારના મુદ્દામાલ સાથે બે ખેલીઓની અટક : ચાર ફરાર

589700500jugar

copy image

copy image

  અબડાસા ખાતે આવેલ કાળા તળાવના સીમ વિસ્તારમાંથી 11 હજારની રોકડ સાથે બે ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલીયા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અબડાસા ખાતે આવેલ કાળા તળાવના સીમ વિસ્તારમાં  અમુક ઈશમો ધાણીપાસા વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રોકડા રૂા. 11,620 સહિત કુલ રૂા. 66,620ના મુદ્દામાલ સાથે બે શખ્સોને સકંજામાં લીધા હતા, જ્યારે અન્ય ચાર ખેલીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.