આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પેલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજ ગઢવી તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન શક્તિસિંહ ગઢવી તથા જીવરાજભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, નફીસ અબ્દુલ સતાર મલેક રહે. ચાકીવાડી ભુતેશ્વર ભુજ વાળો તેના કબ્જાના ભોગવટાના ભંગારનો વાળો જે ચાકીવાડી ભુતેશ્વર ખાતે આવેલ છે જેની અંદર તેની પાસે કોપરના વાયરો પડેલ છે જે તેને ચોરી કે છળકપટથી મેળવેલ છે અને સગે વગે કરવાની ફીરાકમા છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ અને તેના કબ્જામાંથી અલગ અલગ કોથળામાં કોપરના વાયરો આશરે વજન 300 કી.ગ્રા. મળી આવેલ જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ બીલ કે આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ
કોપરના વાયરો વજન ૩૦૦ કી.ગ્રા. કુલ્લે કી.રૂ. ૧,૫૦,૦૦૦/-
- પકડાયેલ ઇસમ
- નફીસ અબ્દુલ સતાર મલેક ઉ.વ ૩૫ રહે. ચાકીવાડી ભુતેશ્વર ભીડનાક બહાર ભુજ મુળ રહે. અહેમદનગર, મેરઠ, ઉતરપ્રદેશ