ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ નું ટ્રેલર લૉન્ચ: રાષ્ટ્રીય ચેતનાને જગાવતો સિનેમેટિક સંદેશ

copy image

copy image

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ નો ટ્રેલર આજે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ તેમજ અનેક સીનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેલર દર્શકોને એક સાથે ગર્વ, વિચાર અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરાવે છે. ટ્રેલર લૉન્ચ પ્રસંગે ફિલ્મના પ્રખ્યાત કલાકાર મુકેશ ખન્ના, સોનુ ચંદ્રપાલ, રાજીવ મહેતા, તેમજ ફિલ્મના દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રેલરમાં દર્શાવવામાં આવેલું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર જ્યારે આંતરિક વિખંડન, ભ્રષ્ટાચાર અને અધૂરી વિચારસરણીઓ સામે ઊભું રહે છે ત્યારે અસલપણે “વિશ્વગુરુ” બનવા તરફ આગળ વધી શકે છે. શક્તિશાળી સંવાદો, ધારદાર દ્રશ્યો અને સંસ્કૃતિથી ઓતપ્રોત પૃષ્ઠભૂમિ ટ્રેલરને ખૂબ જ અસરકારક બનાવે છે. ખાસ કરીને યુવાનો માટે તે ચેતનાત્મક સંદેશ આપે છે કે રાષ્ટ્રપ્રેમ નો.

દિગ્દર્શક શૈલેષ બોઘાણી એ જણાવ્યું હતું કે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી, એ એવાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે જેનાં પાયામાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ છે.”

વિશ્વગુરુ ફિલ્મ ખુબજ જલ્દીથી ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને રાષ્ટ્રપ્રેમી, યુવાનો તથા વિચારશીલ દર્શકો માટે એક ખાસ અનુભવો બની રહેવા જઈ રહી છે.

રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.