હાલમાં કચ્છ જિલ્લા ટ્રક ઓનર એસોસીએશનમાં ૧૪ વ્હીલ તથા ૧૬ વ્હીલ ગાડીઓ લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં ન આવવા રજૂઆત

જય ભારત સાથે જણાવવાનું કે, હાલની પરિસ્થિતિ પ્રમાણે ૧૪ વ્હીલ તથા ૧૬ વ્હીલ ગાડીઓ લિગ્નાઈટડ્રો પધ્ધતિમાં આવે તેવી માંગ ઉઠી રહી છે, જે યોગ્ય નથી. કારણકે, ૧૦ વ્હીલ અને ૧૨ વ્હીલ ગાડીઓ લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં ચાલે છે, તેને પણ ચીઠ્ઠીઓ માંડ-માંડ મહીનામાં બે થી ત્રણ લોકલ મળે છે અને લાઈનમાં દોઢ મહીનામાં માંડ-માંડ એક ટ્રીપ મળે છે.
તો હવે વધારાની ૧૪ વ્હીલ અને ૧૬ વ્હીલ ગાડીઓ જો લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં આવશે તો જે ગાડીઓ લિગ્નાઈટડ્રો પધ્ધતિમાં ચાલે છે તેની માથી રોજીરોટીનો મોટો સંકટ પેદા થશે અને અમારા નાના માણસોની જે ૯૦૦ થી ૧૦૦૦ ગાડીઓ ચાલે છે તેમની રોજીરોટી છીનવાઈ જશે. તો અમારા બધાની એવી અરજ છે કે ૧૪ વ્હીલ તથા ૧૬ વ્હીલ ગાડીઓ લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં ન આવે. જો લિગ્નાઈટડ્રો પધ્ધતિમાં એટલે કે ખાણમાં જો વધારાના કોટા આવે અને આ ગાડીઓથી જો માલ ન ઉપડે તો ઠીક છે, પણ અત્યારે જે ગાડીઓ લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં છે તેને ધંધો મળતો નથી. આથી અમારી માંગ છે કે લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં કોઈ વધારાની ૧૪ વ્હીલ અને ૧૬ વ્હીલના નંબર લિગ્નાઈટ ડ્રો પધ્ધતિમાં લખાવવામાં ન આવે. લિગ્નાઈટ ડ્રો પધ્ધતિ રાબેતા મુજબ જેમ છે તેમ ચાલુ રહે તેવી અમારી નાના ટ્રક માલીકોની માંગ છે જે સ્વીકારવા વિનંતી.