ભુજના ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો

ભૂકંપ

copy image

ભૂકંપ
copy image

કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન 5માં આવે છે અને અહીં તાજેતરમાં સતત ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ત્યારે ગત રાત્રે ભુજના ખાવડાથી 40 કિલોમીટર દૂર 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ છેલ્લા એક સપ્તાહની અંદર આ ચોથો આંચકો અનુભવાયો છે, તેવું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર સિસમોલોજી રિસર્ચ સેન્ટરે આ આંચકાની પુષ્ટિ કરી અને ભવિષ્યમાં મોટા ભૂકંપની આશંકા વ્યક્ત કરી છે. સતત આવતા આંચકાઓના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.