કચ્છ આવતા પ્રદેશ અધ્યક્ષ ને મુન્દ્રા APMC ની ભેટ

પ્રદેશ ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જયારે કચ્છ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છ જિલ્લા ના કાર્યકરો માં અનોખો ઉમંગ પ્રવર્તી રહ્યો છે અને પ્રદેશ અધ્યક્ષ ના અભિવાદન સમારોહની તૈયારીઓ પૂરજોશ માં ચાલી રહી છે ત્યારે મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની સામાન્ય ચૂંટણી માં આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ ના તમામ સભ્યો બિનહરીફ થતા ભાજપ ના કાર્યકરો માં ખુશી ની લહેર છવાઈ ગઈ.

જિલ્લા ભાજપ દવારા ખેડૂત વિભાગ માટે કુલ 10,વેપારી વિભાગ માટે 4 તેમજ ખરીદી વેચાણ વિભાગ માટે 1 એમ કુલ 15 નામ મનોનીત કરી ઉમેદવારી કરવામાં આવી હતી જે તમામ ચૂંટણી પ્રક્રિયા ના અંતે બિનહરીફ જાહેર થયા હતા.

માનનીય નરેન્દ્રભાઈ ના નેતૃત્વ માં જયારે કેન્દ્ર માં સહકાર મંત્રાલય ની જવાબદારી અમિતભાઈ શાહ સંભાડતા હોય અને સહકાર સે સમૃદ્ધિ મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે સતત પ્રયત્નશીલ હોય ત્યારે મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણીમાં વિજય એ જિલ્લા ભાજપ દવારા પ્રદેશ અધ્યક્ષ ને ભેટ સમાન છે.

ગુજરાત પ્રદેશના મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ ના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજા ની આગેવાની માં મુન્દ્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની સંપૂર્ણ પેનલ બિનહરીફ થઇ છે ત્યારે ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા થઇ રહી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.

બિનહરીફ થયેલ સભ્યો ની યાદી
ખરીદ વેચાણ વિભાગ
(1) મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજા,

વેપારી વિભાગ
(1)નિખિલભાઈ નગીનભાઈ રાજગોર,
(2)બળવંતસિંહ વેસલજી જાડેજા
(3)રમેશચંદ્ર લાલજી ચોથાણી
(4)રાજેન્દ્રભાઈ હરગોવિંદભાઈ પાટણીયા.

ખેડૂત વિભાગ
(1) ચંદ્રકાંત લખુરામ ગોરડીયા
(2)અરજણ રામ ગઢવી
(3)નારાણભાઇ પચાણ ભાઈ સોંધરા
(4)મનમોહનસિંહ નવલસિંહ જાડેજા
(5)ધનજી ખેતશી ધેડા
(6)શક્તિસિંહ હઠુભા જાડેજા
(7)થાવરભાઈ ગાભાભાઈ રબારી
(8)રોહિતસિંહ શીવુભા જાડેજા
(8)માદેવાભાઈ શામજી ગોયલ
(10)કેણજીભા ખેતુભા ચૌહાણ