આરટીઓ ભુજ દ્વારા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન અને  સી.પી.આઈ. કરાવવા બાબતે કેમ્પનું આયોજન

 પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજ દ્વારા નવેમ્બર-૨૦૨૫ માસના નોન ટ્રાન્સપોર્ટ વાહનોના રી-૨જિસ્ટ્રેશન તથા નોન ટ્રાન્સપોર્ટ વાહનોના સી.પી.આઈ કરાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૮ નવેમ્બરના રોજ માંડવી ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક સુધી અને મુન્દ્રા ખાતે બપોરે ૨.૩૦ થી ૫.૩૦ કલાકે કેમ્પ યોજાશે. આ કેમ્પમાં સ્થળે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રી-રજિસ્ટ્રેશન તથા સી.પી.આઈની કામગીરી કરી આપવામાં આવશે. તેમજ ભુજ કચેરીમાં આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.