દહીંસરા નજીકથી આધાર-પુરાવા વગરના 41 હજારના લોખંડના સળિયા સાથે એકની ધરપકડ

copy image

copy image

દહીંસરા નજીકથી આધાર-પુરાવા વગરના પવનચક્કીના ફાઉન્ડેશનમાં વપરાતા રૂા. 41,720ની કિંમતના લોખંડના સળિયા સાથે એક ઈશમને માનકૂવા પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, માનકૂવા પોલીસ ડ્યૂટી પર હતી તે સમયે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પોલીસે     અહીથી આધાર-પુરાવા વિનાના ચોરી કે છળકપટથી મેળવેલા પવનચક્કીના ફાઉન્ડેશનમાં વપરાતા લોખંડના સળિયા, તેના પર લાગત ચાકી અને વાઇસર જોડ નંગ-47 જેની કિં. રૂા. 41,720, બોલેરો પિક-અપ કિં. રૂા. પાંચ લાખ અને મોબાઇલ ફોન કિં. રૂા. 30 હજાર એમ કુલ રૂા. 5,71,720નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.