અંજારમાં “જય શ્રી કૃષ્ણ” ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિ,આધ્યાત્મિકતા, ભક્તિ સાથે “ગીતાજ્યંતી” ના પવિત્ર દિવસે “પ્રભાતફેરી”નું આયોજન કરવામાં આવ્યું.

પ્રભાતફેરી – જેનો શાબ્દિક અર્થ “સવારે ફરવું” થાય છે – આ એક પરંપરાગત ધાર્મિક વિધિ અને સામાજિક પ્રથા છે જે વહેલી સવારે ચાલવાની સાથે સાથે ભક્તિ ગાયન, સમુદાય એકતા અને જનજાગૃતિ સાથે જોડે છે.

આજના આધુનિક યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ની સાથે અંજાર મધ્યે “”જય શ્રી કૃષ્ણ”” ગ્રુપ દ્વારા “”પ્રભાતફેરી “” આયોજન પ્રત્યેક માસ ની સુદ અને વદ બને અગિયારસ ના રોજ કરવામાં આવી રહ્યો છેઃ

નિત્ય કર્મ મુજબ માગશર માસ ના સુદ (૧૧) અગિયારસ એટલે(ગીતાજયંતી )
ના રોજ પવિત્ર દિવસે અંજાર શહેરમાં પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતુ.
જય શ્રી કૃષ્ણ ગ્રુપ ના સભ્ય પીઠડીયા જીતેશભાઈ ના જણાવ્યા મુજબ
પ્રભાતફેરી સવારે સૂર્યોદયની સાથેઢોલ મંજીરા જેવા વિવિધ વાજિંત્રો ની સાથે શહેર મા આવતા વિવિધ મંદિરો જેમકે દરિયાલાલદાદા ના મંદિર,મોહનરાયજી મંદિર જલારામ મંદિર, માવા દાદા નું મંદિર, હનુમાનજી નું મંદિર હવેલી સંપ્રદાય માર્ગ, દ્વારકાધીશ મંદિર, લહોણા મહાજન વાળી, રામ ઓટા, વાગડીયા ચોક, રતન પુરા, સંચિદાનંદ મંદિર , મચ્છીપીઠ,વાઘેસ્વરી માતાજી નું મંદિર, મધવરાયજી ના મંદિર , નાગનાથ મહાદેવ મંદિર, કષ્ટ ભંજન હનુમાનજી મંદિર રામસખી મંદીર પાસે પુર્ણ થાયછેઃ
આ પ્રભાતફેરી ની સાથે અંજારના શ્રીમાધવરાયજી ના મંદિર મધ્યે માં જોડાતા લોકો દ્વારા શ્રી નંદકુમાર અષ્ટકમ નું પઠન કરવામાં આવે છે. શ્રી નાગનાથ મહાદેવના મંદિર મધ્યે વેદસારશિવત્સવઅને
શ્રીરામસખી ના મંદિર મધ્યે હનુંમાનજી આરાધના કરવામાં આવે છે. પૌરાણિકરામસખી મંદિર મધ્યે મંદિર જીતેશભાઈ પીઠડીયા દ્વારા ઉપસ્થિત લોકોને ગીતાજયંતી મહત્વનું સમજાવ્યું હતું.
ભારતીય વેદ શાસ્ત્ર મુજબ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે. માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છેઃ આ અધ્યાય માંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે.ભગવદ્દ ગીતા માં 700 શ્લોકો છેઃ શ્રીકૃષ્ણભગવાનમુખેથી574,અર્જુન ના મુખેથી84,સંજય ના મુખેથી41,ને ધૂતરાષ્ટ્ર દ્વારા શ્લોક કહેવામાં આવ્યું છેઃ
સાચા અર્થમાં સમજયે તો “”જય શ્રી કૃષ્ણ “” ની ” પ્રભાતફેરી “એટલે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિકતા, સભ્યતા, આદ્યમિકતા, શ્રધ્ધા નું પંચામૃતસમાન છેઃ
આ અવસર નો લાભ ભાઈઓ, બહેનો ,વૃદ્ધ, ને બાળકો સાથે મળીને લે છે.