નખત્રાણાના સુખસરમાં સામાન્ય મુદ્દે થયેલ ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ સુખસર (વિરાણી)માં સામાન્ય મુદ્દે થયેલ ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા મામલો પોલીસે ચોપડે ચડ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે આ ગામમાં આવેલાં બાંભડાઈ તળાવમાં પોતાની ભેંસોને પાણી પીવડાવવા ગયેલા સુખપર ગામના મીઠુ તમાચી જોગી સાથે તેમના જ પરિવારના પિતરાઈ ભાઈની બોલાચાલી થઈ ગયેલ હતી.  ભેંસોને પાણી પીવડાવવાની બાબતે થયેલી બોલાચાલીમાં બનાવના ફરિયાદી એવા મીઠુ તમાચી પર ઉશ્કેરાઈ ગયેલ આરોપી ઈશમે કુહાડીથી હુમલો કરી દીધો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ફરિયાદીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.