અંજારના લોલાડીયા પીઠડીયા પરિવારે પીઠડ માઁનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો

અંજાર | તારીખ: 23-01-2026 શુક્ર વાર ના રોજ અંજાર શહેરમાં મહાસુદ પાંચમ એટલે વસંતપંચમીના પાવન દિવસે લોલાડીયા પીઠડીયા પરિવારના પીઠડ માતાજીના પવિત્ર મંદિરમાં આઈ શ્રી ભગવતી પીઠડ માઁના ૯૭૮મા પ્રાગટ્ય મહોત્સવની વૈદિક વિધિ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કુટુંબ નાસભ્ય જીતેશભાઈ ના જણાવ્યા મુજબઆ અવસરે વૈદિક મંત્રોચ્ચાર સાથે ધૂન, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કુટુંબના સભ્યો તેમજ ભાવિક ભક્તોએ માતાજીની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી અને “ૐ આઈ શ્રી પીઠડ માઁ નમઃ”ના જયઘોષ સાથે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
મહાઆરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર વૈદિક ધ્વનિ અને આધ્યાત્મિક વાતાવરણથી પાવન બન્યું હતું. આ રીતે પ્રાગટ્ય મહોત્સવ શ્રદ્ધા અને ભાવ સાથે સંપન્ન થયો હતો.
આ આયોજનમાં કાર્યકર્તાઓ જીતેશભાઈ, પીયુષભાઈ, પરાગભાઈ, જયેશભાઈ, હેમલભાઈ, મનસુખભાઈ તથા આશિષભાઈએ સહકાર આપ્યો હતો