નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ ઉજવાઇ

ભુજ. નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૯ મી આજે જન્મજયંતિ મંગલમ ચાર રસ્તે આવેલા નગરપાલિકાના બગીચામાં સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા ની વિવિધ સંસ્થાઓ દ્વારા તેને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ અને અનેક સંસ્થાઓ દ્વારા સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને ફૂલહાર કરીને વંદના કરી હતી. આ તકે પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે તેમજ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા, અંકિતાબેન ધોકાઈ તેમજ માલશ્રીબેન ગઢવી,અર્જુનભાઈ માતંગ , તેમજ ,નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૯ મી જન્મ જયંતી આજે ભુજ ખાતે મંગલમ ચાર રસ્તે આવેલી પ્રતિમાને નગર અધ્યક્ષતા રસનીબેન સોલંકી,ભારતીય જનતા પાર્ટીના અગ્રણી જયંતભાઈ ઠક્કર, તેમજ દિલીપભાઈ ઠક્કર, જયસુખભાઈ બકાલી પણ અંજલિ આપી હતી દરમિયાન ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ધીરેનભાઈ લાલન તેમજ ભુજ કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર અને ભુજ નગરપાલિકાના સેનિટેશનના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા પણ વંદના કરવામાં આવી હતી આ તકે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી એ ટૂંકું પ્રવચન પણ કર્યું હતું દરમિયાન સત્યમ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારોમાં બાળકોને ગાંઠીયા જલેબી નો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો આ માટે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે દ્વારાતેમજ ફરસાણની મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજના દિન એ ધારાશાસ્ત્રી શંકરભાઇ સચદે સુભાષચંદ્ર બોઝ માંથી જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો તેમજ ભુજ નગરપાલિકાએ પણ શ્રદ્ધાંજલિ આપી
સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ એ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.