ધારીના ખિસરી ગામે લગ્નપ્રસંગમાં લોહિયાળ ધીંગાણું

copy image

ધારીના ખિસરી ગામમાં લગ્નપ્રસંગ દરમિયાન નાની બાબતે બે પક્ષો વચ્ચે બબાલ થઈ હતી . ધારીમાં લગ્નપ્રસંગ માં રોટલી પીરસવા જેવી નાની એવી બાબતે ટોળાં પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો . વધુમાં જાણવા મળ્યું છે કે, લગ્નમાં જમણવાર દરમિયાન રોટલી પીરસવાની બાબતે જાનૈયા અને માંડવીયા વચ્ચે બબાલ થઈ હતી. ઘટનામાં બંને પક્ષો વચ્ચે લાકડી અને પાઇપ વડે પરસ્પર હુમલો કરાયો હતો. મારમારીમાં બંને પક્ષના મળી અંદાજે 15 જેટલા લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ બે ઇજાગ્રસ્તોની તબિયત વધુ લથળતા તેમને અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. મામલાની જાણ થતાં ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને પક્ષોની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે .