લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલ પરિવારની લક્ઝરી બસને સુરતના કિમ નજીક નડ્યો અકસ્માત : અનેક ઘાયલ

copy image

copy image

સુરતના કિમ નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં, સેગવા ગામે લગ્ન પ્રસંગમાંથી પરત ફરેલ પરિવારની લક્ઝરી બસને ટક્કર લાગતા આ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, વડોદરાનો એક પરિવાર સુરતના સેગવા ગામે લગ્ન પ્રસંગે આવેલ હતો જ્યાથી પરત આવતી વેળાએ કિમ નજીક હાઈવે પર પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને આ બસને ટક્કર મારતા બસ રસ્તા પર જ પલટી હતી. આ બનાવમાં બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.