કુંજીસરની કંપનીમાં કામ કરનાર શ્રમિકનું કંપનીની છત ઉપરથી નીચે પટકાતાં મોત

kissclipart-dead-body-clipart-cadaver-clip-art-2f15f28f4a80113c

copy image

copy image

કુંજીસરની કરમતારા નામની કંપનીમાં કામ કરનાર શ્રમિકનું કંપનીની છત ઉપરથી નીચે પટકાતાં મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કુંજીસરની કરમતારા નામની કંપનીમાં કામ કરનાર શારુકીબ નામનો યુવાન કંપનીની છત ઉપર ચડીને કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક કોઈ કારણે નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગંભીર ઇજાઓના પગલે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.