મુન્દ્રાના છસરામાં નદીનાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
copy image

મુંદ્રા ખાતે આવેલ છસરા પુલિયા નીચે નદીનાં પાણીમાં 30 વર્ષીય યુવાનનું ડૂબી જવાના કારણે મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદ્રાના છસરામાં રહેનાર સુનીલ નામનો યુવાન ગત તા. 20 તારીખના રાતના સમયે ઘરેથી નીકળી ગયેલ હતો. અને આડમાં બીજા દિવસે સાંજના સમયે નદીનાં પાણીમાં ડૂબી જવાથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.