ભારાપરમાં છરી કાઢી અને ગાળાગાળી કરતો વિડિયો બનાવી વાયરલ કરનાર બેની ધરપકડ

poli

copy image

copy image

ભુજના ભારાપરમાં છરી કાઢી અને ગાળાગાળી કરી ઇન્સ્ટાગ્રામમાં લાઇવ વિડિયો કરનારા બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે સૂત્રોનું કહવું છે, ઇન્સ્ટાગ્રામમાં ભારાપર બાજુ એક લાઇવ વીડિયો વાયરલ થયો હતો, જેમાં બે શખ્સ બાઇક પર હતા. બાઈકચાલક ગાળો બોલી રહ્યો હતો તેમજ અને પાછળ બેઠેલ ઈશમ છરી બતાવતો હતો. પોલીસે આ બંને ઈશમોને ઝડપી લઈ પૂછતાછ કરી હતી. આ બંને શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.