ભુજના માધાપર ધોરીમાર્ગે છરી વડે હુમલાનો બનાવ

હુમલો

copy image

હુમલો
copy image

માધાપર ધોરી માર્ગે છરી વડે હુમલો કરાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે, આ બનાવમાં ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતાં ચાર ઘાયલ થયાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. મજૂરીકામ કરતા માધાપર હાઇ-વે ઇન્ડિયન ગેસ ગોડાઉન પાછળ રહેતા આ બનાવના ફરિયાદી એવા અશોક રાજુભાઇ વાસપોડાએ આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ મુજબ, ગત સાંજના સમયે તેના ઘર બાજુ ફરિયાદીના નાનાભાઇ સંજયને આરોપી ઈશમે ગળા તથા માથાના ભાગે છરી મારી હતી. આ આરોપી ઈશમ સાથે અન્ય આરોપી શખ્સોએ મળી ફરિયાદીના પિતરાઇ ભાઇ વિનય અમરસિંહ વાસપોડા પર છરી તથા ધોકા સાથે તૂટી પડતાં તેને હેમરેજ જેવી ઇજા પહોંચી હતી. ઉપરાંત તેમના ફઇ ગોગીબેન વિનયને બચાવા જતાં તેઓ પણ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસ ગરીયાદ દાખલ કરી આગળની વધુ છાનબીન આરંભી છે.