આદિપુરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઈશમોની ધરપકડ

poli

copy image

copy image

આદિપુરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઈશમોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગત તા. 3ના રાતના સમયે મેલડી માતાજીનાં મંદિર નજીક કોઈ શખ્સ જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીનાદ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી વરલી મટકાનો રમાડતા બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.