ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની આંચ હવે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ સુધી પહોંચી

copy image

copy image

પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા છેલ્લા બે જો દિવસમાં મોરબીના 100 જેટલા સિરામિક એકમ બંધ થઈ ગયા છે.

આ કપરા કાળમાં ઉદ્યોગપતિઓએ આર્થિક નુકસાનની ચિંતા છોડીને માનવીય અભિગમ અપનાવ્યો છે, જેથી અહીં રોજીરોટી માટે આવેલા લાખો શ્રમિકોને કોઈ તકલીફ ન પડે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ| એરવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે જ સ્ટોક ન હોવાથી છેલ્લા બે દિવસમાં 100 કારખાના બંધ થયા છે.

જો સ્થિત આવી જ રહી તો આગામી દિવસોમાં આ આંકડો 450 સુધી પહોંચી શકે છે.

હાલમાં તૈયાર માલનું એક્સપોર્ટ અટકેલું છે અને પેમેન્ટ પણ ફસાયેલા છે, જેના કારણે ઉદ્યોગકારો ચારેબાજુથી ભીંસમાં મુકાયા છે.