રામવાવ ગામે થયેલ ભેસોની ચોરીના આરોપીને મુદામાલલ સાથે પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં મિલકતા સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા તથા અટકાવવા માટે જરૂરી સુચના આપેલ હોય રાપર પોલીસ સ્ટેશનના રામવાવ ગામે થયેલ ભેસો ચોરીનો બનાવને કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ચોરી કરી ગયેલનો બનાવ બનેલ હોય જે અન્વયે રાપર પોલીસ સ્ટેશના ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૦૨૬૦૦૭૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો દાખલા થયેલ હોય આ ચોરીના ગુના ભેદ ઉકેલવા માટે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.બુબડીયા નાઓએ રાપર પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સતત પ્રયત્નશીલ રહી સી.સી.ટી.વી ફુટેજ ચેક કરી ટેકનીકલ એનાલીશીસ તેમજ યુહ્મન શોર્સના આધારે આગુનામાં સંડોવાયેલ આરોપીને ગણત્રીના દીવસોમાં ચોરીમાં ગયેલ એક ભેસ -એક પાડી સાથે પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. LOB

♦ પકડાયેલ આરોપીનું નામ-

(૧) મોહમદસબીર દોલતખાન બલોચ ઉ.વ-૨૩ રહે- સેસણ નવા તા-દીયોદર જી-વાવ થરાદ

♦ શોધી કાઢેલ ગુનાઓની વિગતઃ-

રાપર પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૯૯૩૦૧૦૨૬૦૦૭૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨)

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઃ-

આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે.બી.બુબડીયા તથા સર્વેલન્સ સ્ટાફ રાપર પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ છે.