એલ્યુમીનીયમના વાયરોની ચોરીનો ભેદ ઉકેલી વણશોધાયેલ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્ર વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવ અટકાવવા તેમજ આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્ર એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસ-વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાદ જયંતીભાઈ રાઠવા તથા શક્તિસિહ ભગવતસિહ ગઢવી તથા પો.હેડ કોન્સ સુનિલભાઇ પ્રવિણભાઇ પરમા તથા લાખાભાઇ હીરાભાઇ રબારી તથા અશ્વિનભાઇ ગઢવીનાઓ પ્રાઇવેટ વાહનથી નખત્રાણા તાલુક વિસ્તારમા આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા વડવાભોપા ગામના બસ સ્ટેશ-પાસે પહોંચતા વિકેશભાઈ રાઠવાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ગફુર મામદ નોતિયા રહે.ભુજવાળો તથા સાહીલ ઈશા મોખા રહે.નાના વરનોરા તા.ભુજવાળાઓ તેઓની સાથે અન્ય ત્રણ ચા માણસોએ ત્રણ-ચાર દિવસ અગાઉ વડવાભોપા ગામની પશ્વિમ બાજુ આવેલ સીમમાથી નીકળત્ એલ્યુમીનીયમ તારની લાઇનમાંથી એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરીને વાયર વડવાભોપા ગામન સીમમા સંતાડી દીધેલ હતા અને તે વાયરો આજ રોજ ત્યાથી લઇ જઇ સગેવગે કરવાની ફીરાકમા છે અને હાલે તેઓ સીમમા વાયર લેવા માટે આવવાના છે” જેથી મળેલ સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીક અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના એલ્યુમીનીયમન વાયરોના ગુચડા હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીટ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરત જણાવેલ કે આ એલ્યુમીનીયમના વાયરો આજથી ત્રણ-ચાર દિવસ અગાઉ રાત્રીના સમયે અમો હાજ પાંચેય ઇસમો અમારા મીત્ર ઇમરાન કુંભાર રહે-અંજારવાળા સાથે મળી એલ્યુમીનીયમના વાયરો ચોઽ કરવાનુ નક્કી કરેલ અને જે વાયરો ચોરી કર્યા પછી ઇમરાન કુંભારને આપવાનુ નક્કી કરેલ અને તે અમોને આ વાયર લેવા તથા અમારા આવવા જવા માટે બોલેરો પીકઅપ ગાડી જેના ડ્રાઇવર તરીકે દાઉદ ઉ દાઉભા અબ્દુલા કુંભાર રહે-લખુરાઇ ચાર રસ્તા ભુજ વાળાને મોકલેલ તથા વાયર કાપવા માટેના સાધનને આપેલ જેથી અમો સાથે મળી અહી આગળ બંધ લાઇનમાથી એલ્યુમીનીયમના વાયરો કાપી તેના ગુંચળ વાળી રાત્રે મોડુ થઇ જતા ચોરી કરેલ વાયરો બાવળોની ઝાડીમા સંતાડી દીધેલ અને ત્યારબાદ આજ રોજ આ વાયરો લેવા માટે આવેલ હતા અને તે વાયરો અમે ઇમરાન કુંભાર દ્વારા મોકલેલ જે ગાડી અહીયાથી ભાગી ગયેલ છે તેમા ભરી અંજાર ખાતે મોકલાવાના હતા તેવુ જણાવેલ તેમજ સાથેના માણસોએ પણ ઉપરોક્ત મુજબની હકીકત જણાવેલ જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમને BNSS ની કલમ ૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી તથા BNSS ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ ๒.
→ કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ મુદ્દામાલની કિ.રૂ. ૯૧,૨૦૦/-)
- કોપરના વાયરોના ગુચડા વજન આશરે ૬૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૯૦,૦૦૦/-
- વાયર કાપવાની કટર નંગ-૦૧ જેની કિ.રૂ-૧૦૦૦/-
- આરી પટી નંગ-૦૨ ની કિ.રૂ. ૨૦૦/-
→ પકડાયેલ ઇસમો
- ગફુર મામદ નોતિયાર ઉ.વ.૩૪ રહે-આશાપુરા નગર ભુજ તા-ભુજ
- સાહિલ ઈસા મોખા ઉ.વ.૨૨ રહે-નાના વરનોરા તા.ભુજ
- સિકદર જુસબ ત્રાયા ઉ.વ.૨૮ રહે-હંગામી આવાસ ભુજ
સાહિલ અલીમામદ જીએંજા ઉવ.૨૦ રહે.લક્ષ્મીપર(તરા) તા.નખત્રાણા
- અબ્દુલલતીફ સિધિક નોડે ઉવ.૨૭ રહે. કુંવાથડા તા.ભુજ
→ પકડવાના બાકી ઇસમો
- ઇમરાન કુંભાર રહે-અંજારવાળો
- દાઉદ ઉર્ફે દાઉભા અબ્દુલા કુંભાર રહે-લખુરાઇ ચાર રસ્તા ભુજ (બોલેરો પીકઅપ ગાડીનો ડ્રાઇવર
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- નખત્રાણા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર..ન-૨૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ