કચ્છમાં ટેટ-ટાટ પરીક્ષા કેન્દ્ર ફાળવવાની ઉઠી માંગ
કચ્છના ટેટ-ટાટ પરીક્ષાર્થીઓએ ઉઠાવી માંગ
કચ્છમાં પરીક્ષા કેન્દ્ર મળે તો હજારો ઉમેદવારોને મળશે લાભ
રાજ્યનો સૌથી વિશાળ કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે લાંબો વિસ્તાર ધરાવે છે
કચ્છના ઉમેદવારોને 400 થી 500 કિલોમીટરનું અંતર કાપીને અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા જવું પડે છે
લાંબી મુસાફરીના કારણે શારીરિક અને માનસિક થાકની અસર પરીક્ષા પર પડતી હોવાનો ઉમેદવારોનો આક્ષેપ
કચ્છમાં પરીક્ષા માટે પૂરતી માળખાગત સુવિધાઓ હોવા છતાં કેન્દ્ર ફાળવામાં આવતું નથી
કચ્છ ભૌગોલિક રીતે વિશાળ જિલ્લો હોવાને કારણે “ખાસ કિસ્સામાં” પરીક્ષા કેન્દ્ર ફાળવવાની માંગ ઉઠી
કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ મુદ્દે સરકાર સમક્ષ રજુઆત કરે તો હજારો ઉમેદવારોને મળશે રાહત