ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી(ખનીજ) ભરતા ટ્રેક્ટરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ ને સોંપતિ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

“ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી(ખનીજ) ભરતા ટ્રેક્ટરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેદ્રભાઇ રાવલ, જીવરાજભાઇ ગઢવી તથા ડ્રા.પોલીસ કોન્સ્ટેબલ અશ્વીનભાઈ ગઢવીનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નાના દિનારા કાળા ડુંગર વિસ્તાર ખાતે આવતા અનિરુધ્ધસિંહ રાઠોડ તથા ધર્મેદ્રભાઇ રાવલનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, “નાના દિનારા રોડ ઉપરથી એક ટ્રેક્ટર જેના રજી નં.GJ-02-DE-8762 છે તે ખનીજ ચોરી કરી રોયલ્ટી વગર આવી રહેલ છે.* જે હકીકત આધારે તપાસ કરતા ટ્રેક્ટર રજી નં.GJ-02-DE-8762 વાળુ ટ્રોલી સાથે ચાલક અયુબ તમાચી સમા ઉ.વ.૩૫ રહે.નાના દિનારા પાચાણી ફળીયુ ખાવડા તા.ભુજ કચ્છ નાઓને રેતી ભરવા અંગે પુછપરછ કરી રેતી ભરવા અંગેના આધાર પુરાવાની માંગણી કરતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ટ્રેક્ટર ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.