“કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં હથીયાર(છરી) રાખી ફરતા એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ”

જીલ્લા મેજીસ્ટ્રટ અને કલેકટરશ્રી કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઇ કોગ્નીઝીબલ ગુનો કરવાના ઇરાદે હથીયાર(છરી) રાખી ફરતા એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ શરીર સબંધી બનતા ગુનાઓ અટકાવવા તથા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવા માટે સુચના આપેલ. જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ભુજ શહેર તથા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ચેક કરવાની કામગીરી સોપવામાં આવેલ. જે કામગીરી અન્વયે પોલીસ હેડ કોન્સ. લીલાભાઇ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવી તથા મુળરાજભાઈ ગઢવીનાઓ કોડાય પો.સ્ટે. વિસ્તારમાં આધુનીક કિટ સાથે પ્રેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જીલ્લા મેજીસ્ટ્રટ અને કલેકટરશ્રી કચ્છ ભુજનાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં કોઇ કોગ્નીઝીબલ ગુનો કરવાના ઇરાદે હથીયાર (છરી) રાખી ફરતા ઇસમ મેહુલ રમેશભાઈ સંગાર ઉ.વ.-૩૩ રહે.ભોજાણી ફળિયું, કોડાય તા.માંડવી કચ્છવાળા વિરૂધ્ધ કોડાય પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૫૨/૨૦૨૬ જી.પી. એક્ટ કલમ ૧૩૫) મુજબ ગુના રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- કબ્જે કરેલ મુદ્દામાલ
- છરી નંગ – ૦૧ કિં.રૂ. ૧૦૦/-
પકડાયેલ આરોપી
- મેહુલ રમેશભાઈ સંગાર ઉ.વ.-૩૩ રહે.ભોજાણી ફળિયું. કોડાય તા.માંડવી કચ્છ