ભુજમાં 21 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભુજમાં 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ત્યાગી દીધો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મૂજબ ભુજના ભારતનગરમાં રહેનાર તપેન્દ્રકુમાર રાવત નામનો પરપ્રાંતીય યુવાન ગત દિવસે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.