રમતાં-રમતાં પાણીના ટાંકામાં પડી જવાથી 4 વર્ષીય માસૂમ બાળકે જીવ ખોયો
copy image

આદિપુરમાં રમતાં-રમતાં પાણીના ટાંકામાં પડી જવાના કારણે 4 વર્ષીય માસૂમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, આદિપુર શહેરના રાજનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ઘટના બની હતી. અહી રહેનાર સની કુંવટ નામનું બાળક પોતાના ઘરે હતું તે સમયે રમતાં-રમતાં બાળક અચાનક ભોંયતળિયે આવેલા પાણીના ટાંકામાં જતાં તેને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.