ભુજના કોટડા નજીક સર્જાયેલ અકસ્માતમાં 18 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો
copy image

ભુજના કોટડા નજીક બોલેરો પિકઅપ રોડ ઊતરી જતાં 18 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાતના સમયે બોલેરો પિકઅપ ગાડીમાં પાંચ લોકો સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે કોટડા નજીક આ ગાડી રોડથી નીચે ઊતરી જતાં તેમાં બેઠેલ રાજેશ વાલજી દેવીપૂજક નામનો યુવાન નીચે પડી ગયેલ હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.