ખાવડાના આર.ઇ. પાર્કમાં સ્કોર્પિયો ગાડી ઊંધી વળી જતાં યુવાનને જીવ ખોયો

copy image

copy image

ખાવડાના આર.ઇ. પાર્કમાં સ્કોર્પિયો ગાડી ઊંધી વળી જતાં 23 વર્ષીય વિક્રમસિંહ રતતનસિંહ રાઠોડ નામના યુવાનનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 6/3ના સવારના સમયે રાજસ્થાનના હાલે આર.ઇ. પાર્કમાં રહેતો યુવાન વિક્રમસિંહ રાઠોડ સ્કોર્પિયો ગાડી લઈને જઈ રહ્યો હતો તે સમયે આર.ઇ. પાર્કમાં આ ગાડી ઊંધી વળી જતાં તેને માથામાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યા ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.