ભુજ શહેરના પ્રવેશદ્વાર સમા આર.ટી.ઓ સર્કલ મધ્યે ભુજના સ્થાપક એવા રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરી ગરિમાભેર “પ્રજાર્પણ” કરવામાં આવ્યું

*ભુજ શહેરના પ્રવેશદ્વાર સમા આર.ટી.ઓ સર્કલ મધ્યે ભુજના સ્થાપક એવા રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરી ગરિમાભેર “પ્રજાર્પણ” કરવામાં આવ્યું, શહેરના ફાયર સ્ટેશન મધ્યે નવા ફાળવાયેલ ટર્ન ટેબલ લેડર વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ અમૃત ૨.૦ ગ્રાન્ટ અંતર્ગત શહેરના ૦૩ બગીચાને રીનોવેટ કરી પ્રજા સમક્ષ ખુલ્લા મુકવામાં આવ્યા.
આજરોજ ભુજ શહેરના પ્રવેશદ્વાર સમા આર.ટી.ઓ સર્કલ સર્કલનું ઉત્કૃષ્ટ નવીનીકરણ હાથ ધરીને કચ્છના લોકપ્રિય અને પ્રજાવત્સલ રાજવી અને ભુજના સ્થાપક એવા રા’બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપવામાં આવી છે જેનું ગરિમાભેર “પ્રજાર્પણ” કરવામાં આવ્યું હતું કચ્છના રાજવી પરિવારનું ઋણ સ્વીકાર કરતી અશ્વ સાથેની ભુજના ઈતિહાસની આ સંભવતઃ પ્રથમ પ્રતિમા હશે તેમજ ડીસ્ટ્રીક્ટ ફાયર સ્ટેશન, ભુજ નગરપાલિકાને ફાયર તેમજ ઈમરજન્સીની સર્વિસીસને પહોચવી વળવા વાહન ફાળવવામાં આવેલ છે, જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અમૃત ૨.૦ SWAP-1 ગ્રાન્ટ અંતર્ગત શહેરના મંગલમપાર્ક, ખેંગાર પાર્ક તેમજ દાદા-દાદી પાર્કનું રીનોવેશન કરી પ્રજા સમક્ષ ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા કચ્છના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજ શહેરના પ્રવેશદ્વાર પર જ્યારે શહેરના સ્થાપકની પ્રતિમા સ્થાપિત થાય એ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ છે, એક ઐતિહાસિક ઘટના છે, આજરોજ આ પ્રતિમાનું લોકાર્પણ કરી ધન્ય અનુભવું છુ, તેમજ લોક સુખાકારી માટે શહેરના ૦૩ બાગ-ઉદ્યાનોને નવીનીકરણ કરવામાં આવ્યા છે.
ભુજના ધારાસભ્ય અનિવાર્ય સંજોગોને કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા પરંતુ તમણે આજના કાર્યક્રમ માટે શુભકામનાઓ તથા શહેરના વિકાસ માટે તત્પરતા દાખવી હતી.
ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજના આ લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે આવનારા દિવસોની અંદર શહેરના વિકાસ માટે અમો પણ આપની સાથે રહીને શહેરના વિકાસમાં સહભાગી રહીશું.
ઉપરોક્ત પ્રસંગે ઉદબોધન કરતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે આજરોજ કચ્છના શાસક રાવ ખેંગારજી પ્રથમની પ્રતિમા શહેરના પ્રવેશદ્વાર મધ્યે સ્થાપિત કરી લોકાર્પણ કરતા ગૌરવપૂર્ણ લાગણી અનુભવું છું, તેમજ આજરોજ ફાયર શાખાને વધુ સુવિધાસભર તેમજ ફાયર ફાઈટીંગ તેમજ અગ્નિ નિવારણ કામગીરી વધુ સુચારુરૂપ થી થઇ તે માટે ફાળવાયેલ વાહનનું લોકાર્પણ કરી રાજ્યસરકારશ્રીનો આભાર પ્રગટ કરું છું. UDP-88 વર્ષ ૨૦૨૫-૨૬ ગ્રાન્ટ અંતર્ગત અંદાજીત રૂ. ૫ કરોડ ૬૫ લાખના રોડ રસ્તાના કામો કરવામાં આવશે તેમજ આ રકમ તમામ વોર્ડ વાઈઝ વહેંચણી કરી વિસ્તારના કામો કરવામાં આવશે.
ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ જણાયું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી એવા લોકલાડીલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દિર્ઘદ્રષ્ટિ થી કચ્છ આજે ટુરીઝમનું હબ બની ગયું છે, જેમાં ખાસ કરીને કચ્છનું પાટનગર ભુજ એ પર્યટકોનું માનીતું સ્થળ છે ત્યારે એક વિચાર આવ્યો કે શહેરમાં આવનાર પ્રવાસીને ભુજ શહેરના ઈતિહાસને જાણી શકે કે જેમણે આ શહેરની આ શહેરની સ્થાપના કરી હતી અને તેને કચ્છનું મુખ્ય વહીવટી મથક બનાવ્યું હતું એવા રાવ ખેંગારજી પ્રથમ ની એક પ્રતિમા સ્થાપવી જોઈયે ત્યારે ફળસ્વરૂપ આજરોજ ભુજ શહેર માટે એક યશ કલગી સમાન આ પ્રતિમાનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે તેમજ શહેરના 03 બગીયા મંગલમ પાર્ક, ખેંગાર પાર્ક અને દાદા-દાદી પાર્કનું જરૂરીયાત મુજબનું જ નવીનીકરણ કરવામાં આવ્યું છે જેમાં માન. સાંસદશ્રી વિનીદભાઈ ચાવડા દ્વારા રૂ.૧૫ લાખની ગ્રાન્ટ દાદા-દાદી પાર્કમાટે જાહેર કરેલ જે બદલ તેમનું આભાર પ્રકટ કરું છું.
ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સી. ઠક્કર, શાસકપક્ષના નેતાશ્રી કમલભાઈ ગઢવી, દંડકશ્રી રાજેશભાઈ ગોર, કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રીશ્રી હિતેશભાઈ ખંડોર, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ હાથી, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી આશિકાબેન ભટ્ટ, કચ્છ જીલ્લા ભાજપ મહિલા મોરયાના મંત્રી લક્ષ્મીબેન લુહાર, કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ મહેશ્વરી, ભુજ શહેર ભાજપના પ્રમુખ મીતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયદીપસિંહ જાડેજા, ભુજ શહેરના મહામંત્રીશ્રી જીગરભાઈ શાહ, ભુજ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજા, વોટરસપ્લાય સમિતિના ચેરમેન સંજયભાઈ ઠક્કર, સેનિટેશન શાખાના ચેરમેન અનિલભાઈ છત્રાળા, રોડલાઈટ શાખાના ચેરમેન કશ્યપભાઈ ગોર, બાગ-બગીચા શાખાના ચેરમેન કાસમભાઈ કુંભાર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન મનીષાબેન સોલંકી, વોટર ટેન્કર સમિતિના ચેરમેન હિનાબા ઝાલા, રૂલ્સ એન્ડ બાયલોઝ સમિતિના ચેરમેન ક્રિષ્નાબા જાડેજા, નગરસેવકો મનુભા જાડેજા, ધીરેનભાઈ લાલન, અશોકભાઈ પટેલ, રેશ્માબેન ઝવેરી અને કિરણભાઈ ગોરી તથા સંગઠનના હોદ્દેદારો રવિભાઈ ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, શિતલભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ તેમજ સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.