ગાંધીધામશહેરના સેક્ટર-સાત વિસ્તારમાં ચાલતા હાર-જીતના ખેલનો પોલીસે કર્યો પર્દાફાશ

copy image

copy image

ગાંધીધામશહેરના સેક્ટર-સાત વિસ્તારમાં એક મકાનમાં ચાલતા હાર-જીતના ખેલનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ મકાનમાંથી જુગારના અડ્ડાના સંચાલક મહિલા સહિત છ મહિલાની અટક કરી રોકડ રૂા. 55,500 પોલીસે જપ્ત કર્યા હતા. મળેલ માહિતી અનુસાર પૂર્વ બાતમી મળેલ હતી કે, સ્થાનિક પોલીસે મકાનમાં છાપો મારતા સેકટર-સાત, પ્લોટ નંબર 434માં રહેનાર મહિલા બહારથી ખેલીઓને બોલાવી તેમને પોતાના ઘરે જુગાર રમાડી તેમની પાસેથી નાલ ઉઘરાવતા હતા આ બાતમીના આધારે છાપો મારતા સંચાલક મહિલા સહિત છ મહિલા તેમજ રોકડ રૂા. 55,500 જપ્ત કરેલ છે.