મુંદરાના ભોપાવાંઢ પાસે અદાણી સોલાર પ્લાન્ટ કંપનીમાંથી ચાંદીની પેસ્ટવાળા 75 કિલો ટીસ્યૂ પેપરની ચોરી કરતાં છ ની અટકાયત
copy image

મુંદરાના ભોપાવાંઢ પાસે અદાણી સોલાર પ્લાન્ટ કંપનીમાંથી ચાંદીની પેસ્ટવાળા 75 કિલો ટીસ્યૂ પેપર કિં.રૂા. 26.25 લાખની ચોરી કરીને નીકળેલા આઇસર ટેમ્પો અને ઇનોવા સાથે છ શખ્સની અટક કરાઇ. આ ચોરીને પૂર્ણ અંજામ અપાય તે પહેલાં જ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ અંગે મુંદરાના પી.એસ.આઇ.નો સંપર્ક કરતાં તેમના દ્વારા જાણવા મળ્યું હતું કે, ગઇકાલે અદાણી સોલાર કંપનીમાં આવેલી એમએસટીબીએલ બિલ્ડિંગના ચોથા માળેથી ચાંદીની પેસ્ટવાળા ટીસ્યૂ પેપર જેની કુલ્લ કિં.રૂા. 26,25,000ની ચોરી કરી ટેમ્પોમાં ભરી શખ્સો લઇ જાય છે તેવું ત્યાંના સિક્યોરિટી ગાર્ડના ધ્યાને આવતાં પોલીસને જાણ કરાઇ હતી. તેથી ચોરી થાય તે પહેલા જ પોલીસે આરોપીઓને આઇસર ટેમ્પોમાં ભરેલા 26.25 લાખના ટીસ્યૂ પેપર અને એક ઇનોવા સાથે છ આરોપીને રંગેહાથ ઝડપી લીધા હતા. આ છએ આરોપીઓ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.