કેરા મુન્દ્રા રોડ પર કેટલા દિવસોથી એક સાઇડ નો રોડ ખોદી અને કામ પૂરું ન થતાં લોકોમાં રોષ

કાચબા ગતિએ ચાલતા રોડ રસ્તાના કામો રસ્તાઓ ખોદી પછી કેટલા દિવસો કામ બંધ પડિયા રહેછે જો કામ પુરુજ ન કરવાનું હોય તો ખાલી ખોદી અને લોકોને પરેશાન ન કરવા. કેરા મુન્દ્રા રોડ પર કેટલા દિવસોથી એક સાઇડ નો રોડ ખોદી અને કામ બંધ છે જેથી વાહનોની અવર જવર પર અસર પડી છે અગાઉ પણ કેરા માંથી પસાર થતો રોડ માંડ માંડ બન્યો જેમાં પણ બીજો થર લગાવવાનો બાકી છે એ પણ હજી પૂરો થયો નથી દુકાનો પાસે બનેલી કોક્રિટ જેમતેમ તોડી નાખેલ છે ત્યારે કોન્ટ્રાકટર દ્વારા એમ જણાવેલ કે બીજો થર આવશે ત્યારે રોડ દુકાનો અને મકાનો ને ડામર ટચ કરી બનાવી દેશું એતો ઠીક પણ હજી 2 મહિના પહેલા બનાવેલ રોડ કેટલી જગ્યાએ બેસી ગયો છે અને જંપ માં હોવાથી બાઇક ચાલકો બેફામ બાઈકો ચલાવે છે અને અકસ્માતમાં જીવ ગુમાવી બેઠે છે જેથી બાકી કામો જલ્દી પૂરા થાય તેવી લોક માંગ ઉઠી છે અને રોડ પર જંપ બનાવવામાં આવે જે જરૂરી બન્યું છે