માનકૂવામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની થઈ ધરપકડ

police

copy image

copy image

ભુજ ખાતે આવેલ માનકૂવામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, માનકૂવામાં ઘરના દરવાજાના નકુચા તોડી રોકડા રૂા. ચાર લાખની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે મામલે પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આ બનાવનો આરોપી ગામના જ વથાણ ચોકમાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.