“એક કા ચાર”ની લોભામણી જાહેરાતો વાળા ફોટા તથા વીડીઓ દ્વારા લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કારનાર ઇસમને પકડી પાડતી LCB ટીમ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રાજેંદ્રસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ ગોહીલનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડી-માર્ટ રેલ્વે ફાટક પાસે પહોંચતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને ખાનગી રાહે અને સયુંકત બાતમી હકીકત મળેલ કે “સોહીલ ચાવડા રહે. રહીમનગર ભુજ તથા અન્ય એક ઇસમ હાલે એફ.ડી.આર. રીસોર્ટ બહાર રોડ પાસે પોતાના કબ્જાની હોન્ડા એકટીવા રજી.નં. જીજે-૧૨-ઇએસ-૩૬૨૫ વાળી ગાડી સાથે હાજર છે અને સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ (ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ તેમજ વોટસએપ) એપ્લીકેશનમાં ખોટા નામે ફેક આઈ.ડી.ઓ બનાવી તે આઈ.ડી.ઓમાં તથા ગૃપો બનાવી તેના ભારતીય ચલણી નોટોનો વિડીઓ બનાવી જેમાં અલગ-અલગ ભારતીય ચલણની નોટો બંડલો જેમા પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીઆના બંડલો રાખી અને રૂપીયા એક લાખના બદલામાં રૂપીયા ચાર લાખ આપવા સબંધેના વીડીયાઓ લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તે વીડીયાઓ મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે, તેના વિશ્વાસમાં આવેલ લોકો પાસેથી નાણાં પડાવી આર્થિક લાભમેળવે છે તેમજ મેળવવાનો પ્રયાસ કરી રહેલ છે અને તેના કબ્જામાં તે મતલબેનો મુદ્દામાલ પડેલ છે.* જે મળેલ હકીકત આધારે તપાસ કરતા સોહીલ સલીમ ચાવડા ઉ.વ.૨૦ રહે. રહીમનગર ઇમામ ઓટાની સામે ભુજવાળો તથા કાયદાના સંઘર્શમાં આવેલ એક કિશોર મળી આવેલ અને તેમની પાસેથી મળી આવેલ મોબાઇલમાં “Vishal Patel” નામની ફેસબુક આઇ.ડી. ચાલુ હોય અને તે આઇ.ડી.માં ભારતીય ચલણની રૂ.૫૦૦ ની. રૂ૨૦૦ ની તથા રૂ.૧૦૦ ની નોટાના બંડલોના અલગ-અલગ વિડિયો પોસ્ટ કરેલ જેના કેપ્શનમાં અંગ્રેજીમાં એક લાખ કા ચાર લાખ ફેસ ટુ ફેસ હેન્ડ ટુ હેન્ડ બી કરંસી ઇન્ટરેસ્ટેડ યુ જે વિગેરે મુજબનુ લખેલ હોય અને આ પ્રકારે બીજી અલગ અલગ જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ જે બાબતે પુછતા મજકુર ઇસમએ જણાવેલ કે, હુ સામાવાળા લોકોને વિશ્વાસમાં લઇ
છેતરપીડી કરવાના ઇરાદે ફેસબુકમાં એક લાખના બદલામાં રૂપીયા ચાર લાખ આપવાના વિડીયાઓ બનાવી તેમાં પોસ્ટ કરી વીડીયાઓ મારફતે વિવિધ લોકો સાથે સંપર્ક કેળવી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઇ લોકો પાસેથી પૈસા લઇ છેતરપીંડી કરતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમ વિરૂધ્ધમાં માનકુવા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૮૧/૨૦૨૬ બી.એન.એસ. ૩૧૮(૪),૩૧૯(૨),૬૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કલમ
પકડાયેલ ઇસમો
- કાયદાના સંઘર્શમાં આવેલ એક કિશોર
- સોહીલ સલીમ ચાવડા ઉ.વ. ૨૦ રહે. રહીમનગર ઇમામ ઓટાની સામે ભુજ
પકડવાના બાકી આરોપી
આબીદખાન પઠાણ રહે સેજવાળામાતમ ભુજ
- અલીશા કાસમશા શેખ રહે.શેખ ફળીયુ ભુજ
કબ્જે કરેલ મુદ્દામાલ
- ભારતીય ચલણના રૂપીયા ૫૦૦/- ના દરની નોટોના બંડલોની ઉપરના તથા નીચેના ભાગે એક-એક સાચી ભારતીય ચલણની કુલ ૦૨ નોટો જેની કી.રૂા. ૧,૦૦૦/-
- ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીઆ લખેલ નોટોના ૫૦૦/-ની નોટોના બંડલો નંગ-૦૮ જેની કી.રૂા.
હોન્ડા એકટીવા GJ-12-ES-3625 વાળી કી.રૂ.૨૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂા. ૧૦,૦00/-