ભચાઉના ચીરઈ નજીક અજાણ્યા વાહનની હડફેટે 40 વર્ષીય આધેડનું મોત

acc

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ મોટી ચીરઈ નજીક અજાણ્યા વાહનની હડફેટે 40 વર્ષીય આધેડનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે, ત્યારે આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા.19/3ના રોજ સવારના સમયે ભચાઉથી ગાંધીધામ તરફ જતાં માર્ગે નવી મોટી ચીરઈમાં આવેલી સેંચુરી કંપની સામે બ્રિજ પર આ બનાવ બન્યો હતો. અહી પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ભિક્ષુક જેવા લગતા પુરુષને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.