આડેસરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર વિરુદ્ધ ફોજદારી
copy image

આડેસરમાં વ્યાજે નાણાં આપ્યા બાદ પજવણી કરનાર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આ મામલે આડેસર ભૈરવ ડીઝલ ગેરેજ નામથી વેપાર કરતા દશરથભાઈ મદરૂપભાઈ ચૌધરીએ આરોપી કમલેશભાઈ ગંગારામભાઈ પંડયા વિરુદ્ધ ગુનો નોંધાવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સે કોઈ પણ પ્રકારના નાણાં ધિરનારના લાયસન્સ વિના ફરિયાદીને રૂા. 1.50 લાખ માસિક 8.50 વ્યાજે આપ્યા હતા, જેની સામે ફરિયાદી રૂા. 4,26,000ને ચૂકવી આપેલ હોવા છતાં પણ આરોપીએ વ્યાજપેટે રૂા. 13500 અને મૂડીપેટે રૂા. 1.50 લાખની કરી હતી ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.