ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે ઈદની ઉજવણી કરાઈ

ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે ઇદને અનુલક્ષી ને યુનુસભાઇ ખત્રી, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીરભાઈ સમેજા, તેમજ માલસીભાઇ માતંગ નું પાઠ શાળાના સંચાલક તેમજ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વિભાકર ભાઈ અંતાણી, જયશ્રીબેન હાથી, વારીશ ભાઈ પટણી, દ્વારા સાલ ઓઢાડી એકબીજાને મીઠું મોઢું કરાવી ઈદની શુભેચ્છા પાઠવી હતી જ્યારે આ પ્રસંગે તુષારભાઈ ધોળકિયા, રાજુભાઈ મહેતા,દર્શનાબેન વૈધ, આશાબેન સ્વાદિયા, દર્શનાબેન મુનશી હાજર રહ્યા હતા તેવું સંસ્થાની યાદીમાં જણાવ્યું છે