ઇરાન-ઈઝરાયલનું યુદ્ધ 28માં દિવસે પહોંચ્યું : યુદ્ધમાં હવે હુતી વિદ્રોહીઓ પણ સામેલ
આજે ઈરાન-ઈઝરાયલનું યુદ્ધ 28માં દિવસે પહોંચ્યું છે ત્યારે હવે હુતી વિદ્રોહીઓ પણ તેમાં સામેલ થઈ ચૂક્યા છે. વધુમાં સૂત્રોનું કહેવું છે, ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટ અનુસાર, યમનમાં હાજર ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ લગભગ 2000 કિમી દૂર ઈઝરાયલના દક્ષિણી શહેર બેર્શેબા અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવતા બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી. મિસાઈલ લોન્ચની જાણ થતાની સાથે જ જ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરાઈ હતી અને ખતરાને હવામાં જ નષ્ટ કરી દેવાયાના અહેવાલ સામે આવ્યા છે. ઓક્ટોબર 2025માં હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ હુતી વિદ્રોહીઓએ ઈઝરાયલ પર હુમલા રોકી દીધા હતા. જ્યારે, UAEમાં ઇન્ટરસેપ્ટ કરવામાં આવેલ બેલિસ્ટિક મિસાઈલોના કાટમાળ પડવાથી પાંચ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. તેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.