અંજાર તાલુકા વિસ્તારમાં આવેલ તુણા માર્ગ પર અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ

અંજાર તાલુકાના તુણા ગામમાં ભારે વાહનની અડફેટે બાઈક સવારના અકસ્માત બાદ ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. અકસ્માતની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સતત અવરજવર કરતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ ગ્રામજનોમાં લાંબા સમયથી નારાજગી હતી, જે આજે ઉગ્ર આક્રોશમાં ફેરવાઈ છે. સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો છે અને મામલો થાળે પાડવા પ્રયાસો શરૂ કર્યા હતા.