ભારત સહિતનાં પાંચ મિત્ર દેશો માટે ખુલશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનાં માર્ગો
copy image

ઈરાન અને ઓમાને બને મળીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ ખોલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઈરાને તાજેતરમાં જ જાહેર કર્યાઅનુસાર , તે ભારત સહિતનાં પાંચ મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી નાખશે. તેમજ ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝમાંથી પસાર થનાર ટ્રાફિકનાં નિરીક્ષણ માટે નિયમો-પ્રક્રિયા ઘડવાનું કામ કરે છે. ઈરાને એક મહત્વના ઘટનાક્રમમાં એવો પણ નિર્ણય લીધો કે ઈરાનના બંદરોએ જરૂરી માલસામાન લઈને આવતા જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર કરવાંની છૂટ છે.પરંતુ આ માટે અધિકારીઓ સાથે વાતચીત કરીને પરવાનગી લેવી પડશે. ઈરાનનાં સરકારી મીડિયાનાં અહેવાલ મુજબ ઈરાનનાં નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું હતું કે, સરકાર પ્રોટોકોલનાં એક મુસદ્દાને આખરી ઓપ આપી રહી છે જ્યારે આ પ્રસ્તાવને આંતરિક મંજૂરી મળી જશે તો આનાં માટે ઓમાન સાથે ઔપચારિક ચર્ચાનો આરંભ થશે. ઈરાનની આ યોજના તેની અગાઉની ઘોષણા અનુસાર જ લાગે છે જેમાં વૈશ્વિક ઓઈલ સપ્લાય માટે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોનાં આવાગમન ઉપર નિરીક્ષણ અને સમન્વય રાખવાની વાત હતી. હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સુવિધા અને સુરક્ષા બહેતર બનશે. આ પહેલા ઈરાન પાંચ મિત્ર દેશો માટે હોર્મુઝ જળમાર્ગ ખોલવાનું વચન આપી ચૂકેલું છે અને તેમાં ભારત ઉપરાંત રશિયા, ચીન, પાકિસ્તાન અને ઈરાક જેવા સામીલ છે.