અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હકીકત આધારે મધ્યપ્રદેશ રાજ્ય ના પન્ના જિલ્લાના પવઈ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.0253/2020, આઈ.પી.સી. કલમ 363, 366 મુજબના અપહરણના ગુનામાં વર્ષ ૨૦૨૦ થી નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર રામરતન ચૌધરી ઉ.વ.21 મૂળ રહે. હિનોતી, થાણા. અમાનગંજ, જી. પન્ના મધ્યપ્રદેશવાળાને સમાઘોઘા ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ રાજ્ય પોલીસને સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • દેવેન્દ્ર રામરતન ચૌધરી ઉ.વ.21 મૂળ રહે. હિનોતી, થાણા. અમાનગંજ, જી. પન્ના મધ્યપ્રદેશ