“મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના રાયડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, અસલમ તુર્ક રહે.ધ્રબ તા.મુંદરા વાળાએ ઘૂબ ગામ જતા રોડની જમણી બાજું આવેલ નદીના પટની બાજુમાં આવેલ ભંગારના વાડામાં એક ટ્રકમાં શંકાસ્પદ રાયડાનો જથ્થો રાખેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ અને ભંગારનમા વાડામાં તપાસ કરતાં વાડામાં એક ટાટા કંપનીની બોડી ટ્રક પડેલ હોય જે ટ્રકના ઠાઠામાં રાયડાની બોરીઓ ભરેલ હોય. જે બાબતે મજકુર ઇસમ પાસે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

: કબ્જે કરેલ મુદ્દામાલ

રાયડો વજન ૨૧૦૩૦ કીલોગ્રામ કિં.રૂ.૧૨,૬૧,૮૦૦/-

  • ટાટા કંપનીની ટ્રક રજી.નં.GJ 12 AZ 8392 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/-
  • પકડાયેલ ઇસમ
  • અસલમ જમાલ તુર્ક ઉ.વ.૩૪ રહે.કમંઢપુર વાડી વિસ્તાર ધ્રબ તા.મુંદરા