અંજારના ટાઉન વિસ્તારમાંથી અંજાર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

અંજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી સતત પેટ્રોલિંગ અને માહિતી આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નવાનગર, અંજાર ખાતે મંદિર પાસે પ્લોટ વિસ્તારમાં વિદેશીદારૂનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક રેડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપી તરીકે શૈલેશ રઘુરામ મઢવી રહે. નવાંનગર, અંજારને પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસને સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 1,09,336/- જેટલી કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલમાં 8 PM, ગ્રીન લેબલ અને અન્ય બ્રાન્ડની બોટલોનો સમાવેશ થાય છે. સમગ્ર મુદ્દામાલ સાથે હાજર ન મળી આવેલ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજા, પીએસઆઇ એસ.જી.વાળાતથા સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.