સ્પેસ વોરની તૈયારી? રશિયન સેટેલાઇટ્સની રહસ્યમય ચાલથી અમેરિકા ચિંતામાં

COPY IMAGE

COPY IMAGE

બે ગુપ્ત રશિયન સેટેલાઇટ્સે અંતરિક્ષ એક્સપર્ટ્સમાં ચિંતા ફેલાવી છે, કારણ કે તેઓ કક્ષામાં એકબીજાથી માત્ર 10 ફૂટ (3 મીટર) જેટલા નજીક આવ્યા હતા. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, તેમણે અત્યંત જટિલ ગતિવિધિઓ કરી હતી, પરંતુ તેનો હેતુ હજુ સુધી જાણમાં નથી આવ્યો. સેટેલાઇટ, કોસ્મોસ 2581 અને કોસ્મોસ 2583, એ 28 એપ્રિલે પૃથ્વીથી અંદાજે 585 કિલોમીટર ઊંચાઈએ પરિભ્રમણ કરતી વખતે આ નજીક આવવાની પ્રક્રિયા કરી હતી. અમેરિકાની સ્પેસ ટ્રેકિંગ વેબસાઇટ Space.com અને સ્પેસ સિટ્યુએશનલ અવેરનેસ કંપની COMSPOC મુજબ, બંને સેટેલાઇટ વચ્ચેનું અંતર માત્ર લગભગ 3 મીટર હતું અને તેમની ગતિ પણ અત્યંત નિયંત્રિત હતી.પેન્સિલ્વેનિયામાં સ્થિત COMSPOC અનુસાર આ ઘટના અકસ્માત નહોતી, પરંતુ એકબીજાની નજીક રહેવા માટે વિચારીને કરાયેલા અનેક નિયંત્રિત મેન્યુવર્સનો ભાગ હતી. કંપનીએ X પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ કોઈ સંજોગવશાત એકબીજાની નજીકથી પસાર નહોતા થયા. COSMOS 2583 એ આ નિકટતા જાળવી રાખવા માટે અનેક નાના-નાના મેન્યુવર્સ કર્યા હતા.’