સાંસદ ક્રિકેટટુર્નામેન્ટના 13 માં દિવસે મીરઝાપર અને 15 માં દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી

ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ
ટુર્નામેન્ટ સિઝન– 4 ના 13 માં દિવસે મીરઝાપર અને 15 માં દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તારીખ 17/05/2026 ના પંદરમા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “સમા વોરિયર્સ ઇલેવન” અને ”અબ્રા ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ જેમાં ”અબ્રા ઇલેવન ભુજ” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “સહાના ઇલેવન ભુજ” અને “ફાઇટર ઇલેવન ભુજ” વચ્ચે રમાઇ, જેમાં ફાઇટર ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “ગાજી ઇલેવન અંજાર અને “ધોરમનાથ ઇલેવન ચંદ્રનગર” વચ્ચે રમાઇ હતી જેમાં ધોરમનાથ ઇલેવન ચંદ્રનગર ની જીત થઈ ચોથી મેચ “પાંડિ ઇલેવન ભુજ” અને “આશાપુરા ગ્રાફિક ઇલેવન ભુજ વચ્ચે રમાઇ, જેમા પાંડિ ઇલેવન ભુજની જીત થઈ પાંચમી મેચ “જય માતાજી ઇલેવન કાદિયા નાના” અને “બારણ કૃપા ઇલેવન સણોસરા” વચ્ચે રમાઇ, જેમાં બારણ કૃપા ઇલેવન સણોસરાની ટીમ વિજેતા થઈ જયારે છઠ્ઠી મેચ “બ્રધર્સ ઇલેવન ભુજ” અને “રોક સ્ટાર ઇલેવન ચકાર” વચ્ચે રમાઇ જેમાં “બ્રધર્સ ઇલેવન ભુજ” ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહન આપતા રહે છે.