ભારતીય બનાવટના અંગ્રેજી દારુ નો કેશ શોધી કાઢતી સામખીયારી પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારને નેસ્તનાબુદ કરવા તથા પ્રોહિબીશનના મહત્તમ કેશો કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે

શ્રી સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી જે.એમ.ઝાલા પોલીસ ઈન્સ્પેકટરનાઓના સુચનથી

સામખીયારી પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે માળીયા થી સામખીયારી તરફ એક કાળા કલરની રજી.નં.જીજે-૧૨-એફ.ડી-૦૨૫૨ નંબર પ્લેટવાળી સ્કોર્પિયો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવી રહેલ છે. જે હકીકત આધારે સામખીયારી પોલીસ સ્ટાફની ટીમ સુરજબારી પોલીસ ચેક પોસ્ટ પાસે વોચમાં ગોઠવાઈ ગયેલ અને વહેલી સવારના અરશામાં ઉપરોક્ત હકીકત વાળી સ્કોર્પીયો ગાડી આવતા તેને હાથનો ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરતા ગાડી રોકેલ નહી જેથી ગાડીનો પીછો કરતા ગાડી ચાલકે પોતાની ગાડી ભગાડી રોડના ડીવાડર સાથે અથડાઇ જતા ગાડીના ટાયર ફુટી જતા ગાડી અચાનક ગાડી બ્રેક થઈ ગયેલ અને પોલીસની ટીમ નીચે ઉતરી ગાડી તરફ જતા ગાડી ચાલક ટ્રાફિક તથા અંધારાનો તથા રોડની બાજુમાં આવેલ બાવળની ઝાડીનો લાભ લઈ નાશી ગયેલ અને ગાડીની ઝડતી કરતા ગાડીમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.