પીઓકેમાં લોકો પર નાપાક ગોળીબાર
copy image

પાકિસ્તાની કબજાના પીઓકેમાં હજારો પ્રદર્શનકારીઓએ કથિત ઘેરાબંધી હટાવવા, સંચાર સેવાઓની બહાલી, ભોજન-દવાઓની નિર્બાધ આપૂર્તિ, ધરપકડ કરાયેલા નેતાઓની મુક્તિ અને 38 સૂત્રની સમજૂતીની અમલવારી માગ સાથે સડકો ઉપર પ્રદર્શન થયાં હતાં.પ્રાપ્ત માહિતી મુજબ આ દરમિયાન અનબ વિસ્તારમાં હિંસા ભડકી હતી. આ દરમિયાન પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સે ટિયર ગેસના સેલ છોડયા હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા પ્રદર્શનકારીઓને ઈજા પહોંચી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો સહિત 40,000 લોકો એકત્રિત થયા હતા. જમ્મુ કાશ્મીર સંયુક્ત આવામી એક્શન કમિટીના આહ્વાન ઉપર પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુઝફ્ફરાબાદ, રાવલકોટ, મીરપુર, ડડયાલ, ડેરાકોટ, ઝીરો પોઇન્ટ, ટ્રિયાટી નોટ અને સરોજા સહિતના વિસ્તારમાં લોકો પાકિસ્તાની સરકારના વિરોધમાં એકત્રિત થયા હતા. આ દરમિયાન ડડયાલમાં પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, જેએએસીનાં નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનોએ પાકિસ્તાની પ્રશાસન સામે નાગરીક અસંતોષને નવું રૂપ આપ્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાકિસ્તાની સરકરે જેએએસી ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત દરોડા પાડયા હતા અને શૌકત નવાઝ મીર સહિત 600થી વધારે કાર્યકરો તેમજ નેતાઓની ધરપકડ કરી હતી. વે પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પાકિસ્તાની અધિકારીઓએ કૃત્રિમ નાકાબંધી કરી છે. જેનાથી પીઓકેમાં સ્થિતિ ગંભીર બની છે.