સહકાર સેવા મંડળ ધ્વારા અષાઢી બીજ નિમિતે સરકારી વકીલ શ્રી એચ. બી. જાડેજા સાહેબનું સન્માન પત્ર અને શાલ થી કચ્છી નવા વર્ષ નિમિતે સન્માન કરવામાં આવેલ.

આ સન્માન કાર્યક્રમમાં શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી, એડવોકેટ મોહમ્મદ આરિફભાઈ રાઠોડ, સહકાર સેવા મંડળ ના પ્રમુખ ઝહરીભાઈ સમેજા તથા ઉપપ્રમુખ માલશીભાઈ માતંગ હાજર રહેલ હતા.તમામ એ શ્રી એચ.બી.જાડેજા સાહેબ (સરકારી વકીલ) ને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલ.આ કાર્યક્રમનું સંચાલન માલશીભાઈ માતંગ એ કરેલ હતુ. તેમજ આભાર વિધિ ઝહીરભાઈ સમેજાએ કરેલ હતી.